Gujarat

મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે

મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે

વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલ તથા અન્ય વેસ્ટ મટીરીયલ માંથી વેસ્ટ ફોર આર્ટ ના કન્સેપ્ટ સાથે એક સ્પર્ધાનું આયોજન

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનની પૂર્વ સંખ્યાએ પોરબંદર શહેરના વિદ્યાર્થીઓ તથા ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં પ્લાસ્ટિકના ઉપયોગ તથા વેસ્ટ પ્લાસ્ટિક મટીરીયલ તથા અન્ય વેસ્ટ મટીરીયલ માંથી વેસ્ટ ફોર આર્ટ ના કન્સેપ્ટ સાથે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ
ત્યારબાદ પ્રદર્શનના રૂપમાં મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ.
જેમાં મોટી સંખ્યામાં કલા રસિક નગરજેનોએ આ પ્રદર્શન નિહાળેલ.સ્પર્ધામાં ગ્રુપ-એ માં પ્રથમ વિજેતા પ્રાર્થના રાજેશ કવૈયા, સાંદિપની ગુરુકુળ દ્વિતીય વિજેતા સૃષ્ટિ ભરતભાઈ લાલકિયા, ભાવસિંહજી હાઇસ્કુલ તૃતીય વિજેતા આકાંક્ષા મહેન્દ્રભાઈ જંગી, એમ. ઈ.એમ.સ્કુલ તથા આસ્વાસન ઇનામ વંશ પરેશભાઈ મોતીવરસ, એમ.ઈ.એમ. સ્કૂલ ગ્રુપ-બી માં પ્રથમ વિજેતા વિધિ મનીષભાઈ રૂઘાણી, શ્રી સ્વામિનારાયણ કોલેજદ્વિતીય વિજેતા જુહી મહેતા, શ્રી વી આર ગોઢાણીયા કોલેજ તૃતીય વિજેતા હિરલ પંકજભાઈ ઢોલરીયા, શ્રી વી.જે. મોઢા કોલેજ તથા આશ્વાસન ઇનામ એન્જલ મેહુલભાઈ ચોટાઈ, શ્રી સ્વામિનારાયણ કોલેજ ગ્રુપ-સી (ખુલ્લો વિભાગ)માં પ્રથમ વિજેતા શીતલ શાંતિલાલ જોશી, દ્વિતીય વિજેતા દેવાંગ વાઢીયા, તૃતીય વિજેતા મીરા અમૃતલાલ મકવાણા ,આશ્વાસન ઇનામ-૧ રાજુ ગંગાભાઈ ખૂંટી આશ્વસન ઇનામ-૨: યુવરાજ શર્મા
વિજેતાઓને તથા સ્પર્ધામાં ભાગનાર લેનાર ને પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરશ્રી હસમુખ જે. પ્રજાપતિ તથા ડેપ્યુટી કમિશનર શ્રી મનન એ.ચતુર્વેદીએ સૌને અભિનંદન પાઠવેલ.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આર્ટિસ્ટશ્રી દિનેશભાઈ પોરીયા,શ્રી કરસનભાઈ ઓડેદરાએ સેવાઓ આપેલ.
પોરબંદર મહાનગરપાલિકાના એન્જિનિયર શ્રી દેવાંગ રાડિયાનું સતત માર્ગદર્શન રહેલ.ધન્યવાદ ઇન્ચાર્જ મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250609-WA0043.jpg