Gujarat

માણાવદર મામલતદારનું કલેકટરના હસ્તે સન્માન કરાયું 

આજરોજ માણાવદરના મામલતદાર મહેશભાઈ શુકલ નું માનનીય કલેક્ટરશ્રી દ્વારા ગત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપવામા આવ્યું, આ તકે હું મને મળેલ સન્માનપત્ર બદલ  માનનીય કલેક્ટર સાહેબ કે જેમણે ચુંટણી દરમ્યાન સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપ્યુ, માન અધિક કલેક્ટર શ્રી દ્વારા વખતો વખતની સુચના અને માણાવદર નગરપાલિકા ના આ સ્પર્ધાના તમામ હરીફ ઉમેદવારો, માણાવદર ના તમામ પત્રકાર મિત્રો, તમામ નોડલ અઘિકારીશ્રીઓ, ઝોનલ અઘિકારીશ્રીઓ, મતદાન મથકોનો તમામ સ્ટાફ, પોલીસ કર્મચારી શ્રીઓ અને અધિકારીઓ, ચુંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ અને સવિશેષ માં મારો કર્તવ્ય નિષ્ઠ કચેરી સ્ટાફ કે જેઓએ દીવસ રાત જોયા વગર ખૂબ જ સુંદર સમય મર્યાદા વાળી સફળ રીતે પાર પાડવા મને સહકાર આપવાં બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.

તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર