Gujarat

માંગરોળ બોલેરો એ સ્કૂટર ને હડફેટે લેતા પિતાનું મોત પુત્રી દેવલબેનને વઘુ  ગંભીર ઇજા થતા સારવાર માટે જુનાગઢ રિફર કરાઈ

માંગરોળ ના શારદા ગ્રામ પાસે સ્કૂટર અને બોલેરાવચ્ચે અકસ્માત બોલેરોએ સ્કુટર ને હડફેટે લીઘુ
અકસ્માતમા  વિરપુરના રહેવાસી હાલ માંગરોળ રહેતા સ્કુટર ચાલક સેજાભાઇ દેવાભાઈ કરમટાનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત
માંગરોળથી સ્કુટર પર પુત્રીને અભ્યાસ માટે શારદા ગ્રામ શાળામાં મુકવા આવેલ પિતાનુ મોત, જ્યારે પુત્રીને ગંભીર ઈજા થતાં જુનાગઢ રીફર કરાઈ,
માંગરોળ શારદા ગ્રામ ગેટ પાસે અવાર નવાર અકસ્માતો સર્જાય છે શાળાએ જતા બાળકોને અવાર નવાર    અકસ્માત નો ભોગ બનેછે તો આ ગેટ પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોક  માંગણી કરાઈ છે
મુર્તક સેજાભાઇ કરમટાને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યા ઉપસ્થિત ડોક્ટર દ્વારા પી એમ કરવામા આવેલ માંગરોળ પોલીસે ગુન્હો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરી છે,,
 રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ