Gujarat

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની શાળામાં ૨૩ માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ શહીદોની વેશભૂષા અને પાત્રો લઈને પરિચય આપ્યો.
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની સરકારી પે. સેન્ટર શાળામાં ૨૩ માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ૨૩મી માર્ચ ૧૯૩૧ ના દિવસે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બ્રિટિશ શાસન દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેઓએ ભારતની સ્વાતંત્ર્ય માટે બરાબર યુદ્ધ લડ્યું અને દેશભક્તિના પ્રતિક બની ગયા હતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહીદો ની વેશભૂષા અને પાત્રો ભજવી શિહહીદો વિશેનો પરિચય આપ્યો હતો ભગતસિંહ ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે ૧૯૨૮માં સાંડર્સની હત્યા કરી હતી સુખદેવ તેમણે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ
રિપબ્લિકન એસોસિયેશનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો રાજગુરૂ ઉગ્ર ક્રાંતિના સમર્થક, જેમણે ભગતસિંહ અને સુખદેવ સાથે અંગ્રેજો વિરુદ્ધ લડત લડી હતી આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યાં દેશભરમાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપેછે તેમના બલિદાનને યાદ કરીને  શ્રદ્ધાંજલિનાં રૂપે નાટ્ય સ્વરૂપે શહીદોના પાત્રો વિજપડી પે.સેન્ટર શાળાના બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી  સાવરકુંડલા