Gujarat

જામનગરના બાલાહનુમાન મંદિરમાં આજે અખંડ રામધૂનનો 62માં વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગરના વિશ્ર્વ પ્રસિઘ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં 61 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. આ અખંડ રામ નામ જાપ તા.1-8-25ના પાવન દિવસે 61 વર્ષ પૂર્ણ કરી 62માં વર્ષમાં મગંલ પ્રવેશ કરશે. આ અવસરે આજે ઉત્સવ મનાવવામાં આવશે. જેમાં સંઘ્યા આરતી 7-30 સાથે 51 દિવાની મહાઆરતી થશે. આ અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.1-8-64ના રોજ કર્યો હતો, તે પછી આજદિન સુધી રામધુન અવિરત રહી છે. ગમે તેવા સંજોગો હોય ભુકંપ, વાવાઝોડુ, કોરોના જેવી મહામારીમાં પણ આ અખંડ રામધુન બંધ રહી નથી. અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે. 62 વર્ષથી અવિરત રામ નામ જપ યજ્ઞ ચાલી રહ્યો છે.