Gujarat

અહિંસા યુવા સંગઠન દ્વારા “ઓપરેશન સિંદુર” ના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર, તા. ૦૧ જૂન ૨૦૨૫ – માનવતાની મહેક ફેલાવતા અને જીવ બચાવવાનો સંકલ્પ ધરાવતા કાર્યક્રમનો અહિંસા યુવા સંગઠન દ્વારા ભવ્ય આયોજીત પ્રારંભ થવાનો છે. “ઓપરેશન સિંદુર”ના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રવિવાર, તા. ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રેસિડેન્ટ હોટલ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૮:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

આ કેમ્પનો ઉદ્દેશ ઈમરજન્સી સમયમાં રક્તની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવી અને જનતાને જાગૃત કરી માનવ સેવા તરફ આગળ વધારવો છે.

આ કેમ્પમાં રક્તદાતાઓ એક ઉમદા કાર્યના સન્માન સ્વરૂપે અલગ અલગ ગિફ્ટનું આયોજન કરેલ છે. આ કેમ્પ માટે QR સ્કેન દ્વારા રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેમ્પની વિશેષતા એ છે કે સંસ્થાએ વિવિધ સહયોગી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સ્વૈચ્છિક સંગઠનો સાથે જોડાણ કરી બ્લડ ડોનેશ કેમ્પનું આયોજન કરેલ છે.

સંપર્ક માટે:
શશાંક ગાંધી – 95583 24444
કૃણાલ મહેતા – 92283 30003
ગુંજન સંઘવી – 94081 10762