નવાપુરા વિસ્તારની પ્રજાને ઘણા વર્ષોથી વીજળીની સમસ્યા હોય અને વીજ ઉપકરણો વ્યવસ્થિત ચાલતા ન હોય જેથી નવા કેબલો નાખવા જરૂરી હોય જે કામગીરી એમજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવતા સદર વિસ્તારની પ્રજામાં આનંદ ફેલાયો છે

છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજળીના કેબલો બદલવા પડે તેવી આવશ્યકતા હતી વીજ ઉપકરણો ધીમી ગતિએ ચાલતા હોય જેનાથી ઉપકરણોને પણ નુકસાન થતું હતું જેનું એમજીવીસીએલ દ્વારા સર્વે કરી સચોટ તારણ કાઢવામાં આવ્યું હતું અને કેબલો બદલવા પડવા પડે તેઓ નિર્ણય લેવાયો હતો સદર બાબતે આ કેબલ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવતા નવાપુરા વિસ્તારની પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે જ્યારે એમજીવીસીએલ તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો છે જ્યારે પ્રજાને આ રીતના કાયમી મદદ રૂપ થાય અને તમામ સમસ્યાની વહેલી તકે નિરાકરણ થાય તે ખૂબ જરૂરી હોય છે વીજળી પાણી સાફ-સફાઈ એ પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો હોય છે જે અંગે વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

