Gujarat

જામનગર મહાનહરપાલિકા દ્રારા લોકમેળામાં લાખો લોકો આવતા હોય સુરક્ષાના તમામ પગલા, વીજ વિભાગ-પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે

જામનગર મહાનહરપાલિકા દ્રારા જન્માષ્ટમી ના લોકમેળાનો રૂ 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.મેળામાં લોકોની સુરક્ષા માટે ત્રીસરી આંખની જેમ સીસી ટીવી થી સજ્જ હશે. મેળામાં સ્વચ્છતા જળવાઈ તે માટે રાઉન્ડ ધી કલોક સફાઈ કરવામાં આવશે. જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળા આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ મહાનગરપાલિકાના તંત્રએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

લોકમેળામાં દૈનિક લાખથી વધુ લોકો મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને લોકમેળાની વ્યવસ્થા પ્રાથમિક ધોરણે નક્કી કરી દેવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગના મળીને કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જ્યારે સુરક્ષા માટે વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે.

તેમજ લોકોની સુરક્ષા માટે રૂ.10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. હાલના તબક્કે કર્મચારીઓ અને અધિકારીઓને ફરજમાં તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી ના લોકમેળા માટે રૂ 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એકબાજુ મેળાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી બાજુ મહાપાલિકા કોઇપણ પ્રકારની કસર બાકી ન રહે તે માટે તનતોડ મહેનત કરી રહી છે.

મહાપાલિકાએ બાજુમાં આવેલા હંગામી બસ સ્ટેશનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બે નવા રસ્તાનું કામ શરૂ કરાવી દીધું છે, જેથી મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય અને બસ મીંગ કોલોની થઇને નીકળી શકે.