Gujarat

ફલ્લા પાસે બસ રોડ નીચે ખાડામાં ઉતરી, 35 છાત્રનો ચમત્કારિક બચાવ

જામનગરની ભાગોળે રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા નજીક વહેલી સવારે ખાનગી યુનિર્વસીટીની કોલેજ બસ રોડ નીચે ખાડામાં ઉતરી ગઇ હતી જે બનાવમાં 35 જેટલા વિધાર્થીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. જામનગર તાલુકાના ફલ્લા ગામની એક હોટલ પાસે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ ફલ્લા ગામ પાસે પહોચી ત્યારે રોડની સાઇડમાં બાવળના ઝાડી ઝાંખરાઓમાં ઉતરી જતા 35 વિધાર્થીઓનો ચમત્કારીક બચાવ થયો હતો.રાજકોટની આત્મીય યુનિર્વસીટીની બસ સવારે સાડા છ વાગ્યા આસપાસ ફલ્લા ગામ પહોચી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિધાર્થીઓના જણાવ્યા મુજબ સ્ટયરીંગમાં ખામી સર્જતા બનાવ બન્યો હતો.