અમરેલી જિલ્લામાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.રાજુલા વિધાનસભા ક્ષેત્રના પટવા ગામના મજૂરો સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજૂરી કરવા માટે ટ્રેક્ટર લઈને નાના આસરણા ગામ ગયા હતા. ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મજૂરોને માર મારવામાં આવ્યો હતો.
અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરા સોલંકીને થતાં તેઓ પોતાના સમર્થકો સાથે નાના આસરણા પહોંચ્યા હતા. તેમણે અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.
‘જ્યાં આ લોકોની ઈચ્છા હશે ત્યાં ટ્રેક્ટર જશે’ ધારાસભ્ય હીરા સોલંકી નાના આસરણા ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો પણ હાજર હતા. તેમણે ટેલિફોન પર વાત કરતા કહ્યું કે, ‘આજ પછી કોઈ આ લોકોને અડશે નહીં ને? ટ્રેક્ટર રોજ ચાલશે, જ્યાં આ લોકોની ઈચ્છા હશે ત્યાં ટ્રેક્ટર જશે. આ લોકોનું ટ્રેક્ટર કોઈ રોકશે તો અમારે જાફરાબાદ આઘું નથી, એટલું સમજી લેજો. કાળુ અને ઇબ્રાહિમભાઈને કહેજો કે ભાઈ પોતે આવ્યા હતા. ડુંગરના જે કોઈ હોય તેને ફાર્મ ઉપર લઈ આવજો.’

