Gujarat

ધારાસભ્ય જે. વી. કાકડીયા દ્વારા ધારીના સરસિયામાં પીલુકિયા ડેમના નવીનીકરણ પેટે ૨૧ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવેલ

જેનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું.
આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ધારી તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય સરસિયા તેમજ મોણવેલ સરપંચ તેમજ ગ્રામ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા દ્વારા ધારી તાલુકાના સરસીયા ગામે પીલુકિયા ડેમનાં નવીનીકરણ માટે ૨૧ લાખ જેવી માતબર રકમ મંજૂર કરાવેલ હોય જેનું આજ રોજ અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ધનજીભાઈ ડાવરા, સરસીયા ગામનાં સરપંચ મંગળુભાઈ વાળા, મોણવેલ ગામનાં સરપંચ જેનિલભાઈ ડાવરા તેમજ ગામનાં આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
બિપીન પાંધી સાવરકુંડલા