Gujarat

ધારાસભ્ય કનુભાઈ પટેલે લીલી ઝંડી આપી ભુજ-અમદાવાદ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

સાણંદમાં ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું આગમન થયું. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નમો ભારત રેપિડ રેલને સાણંદમાં સ્ટોપેજ મળતા સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય કનુભાઈ પટેલે લીલી ઝંડી બતાવીને ટ્રેનને સાણંદથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી સુવિધાથી સાણંદના લોકોને ભુજ અને અમદાવાદની મુસાફરી માટે વધુ એક વિકલ્પ મળ્યો છે.