Gujarat

મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કેક કાપી શિક્ષિકાઓનો ઉત્સાહ વધાર્યો

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા તાલુકાનાં વસરાઈ ગામ સ્થિત દિશા ફાઉન્ડેશન ઢોડીયા સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉદ્દઘાટન સમારોહમાં નારીશક્તિને સન્માનવાનાં શુભ હેતુસર મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કેક કાપી શિક્ષિકા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
તેમણે શિક્ષિકાઓની બહુવિધ શક્તિઓને બિરદાવી વર્તમાન પડકારો ઝીલી શૈક્ષણિક ક્રાંતિ આણવા આહવાન કર્યુ હતું.