Gujarat

આમોદમાં ₹1.35 કરોડના CRC ગેટનું ખાતમુહૂર્ત – ધારાસભ્ય વિપુલ પટેલે 900 વિઘા જમીનને સિંચાઈ માટે ખુલ્લી મૂકી

પેટલાદ તાલુકાના આમોદ ગામે આશરે રૂ. 1.35 કરોડના ખર્ચે સી.આર.સી. ગેટના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ સી.આર.સી. ગેટના નિર્માણથી ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળશે. આશરે 900 વિઘા જમીનને આ યોજનાનો સીધો લાભ થશે, જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે પેટલાદ તાલુકા સંગઠન પ્રમુખ રાજેશભાઈ ઠાકોર, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, પંડોળી જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના દંડક અજયભાઈ, આમોદ ગામના સરપંચ પ્રદીપભાઈ પટેલ સહિત નાર, ખણસોલ અને માનપુરાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, આમોદ ગામના આગેવાન જયંતીભાઈ પટેલ, તળપદા સમાજના આગેવાનો, તાલુકા પંચાયત સભ્યો, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.