Gujarat

ગુલાબનગર રોડ પરથી એક‎ડઝનથી વધુ રેંકડીઓ કબ્જે‎

જામનગરના પ્રવેશદ્વારથી લઈને સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર બંને તરફ રેંકડી અને કેબીનોના ખડકલા થયા હોય મનપાની ટીમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી એક ડઝનથી વધુ રેંકડીઓ કબ્જે કરી હતી. આ જાહેર માર્ગો પર બંધ પડેલી એક ડઝનથી વધુ રેકડીઓ કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં રાખી દેવામાં આવી છે.

ઉપરાંત કેટલાક અન્ય ધંધાર્થીઓ કે જેઓએ માલ સામાનના વેચાણ માટે મંડપ માંચડા ઊભા કર્યા છે તેવા અડધો ડઝનથી વધુ દબાણને તાત્કાલિક અસરથી ખાલી કરાવ્યા હતાં.

જેમાં તરબૂચ, અન્ય ફળ- ફ્રૂટ, તેમજ કેટલીક કટલેરી ની ચીઝ વસ્તુઓ, ટેબલ- ખુરશી સહિતના માલસામાનના વેચાણના હંગામી સ્ટોલ ઊભા થઈ ગયા હતાં. જે દૂર કરાયા હતાં. ગુલાબ નગર થી સુભાષ બ્રીઝ સુધીના માર્ગને સાફ સુથરો બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.