માળીયાના ચોરવાડ ગામે જુનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ખેલ મહોત્સવ યોજાયો હતો.
આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાળ, પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

