Gujarat

શ્રી જી.પી. હાઇસ્કૂલ મેંદરડા ખાતે વોકેશનલ એજ્યુકેશન (વ્યવસાયિક શિક્ષણ) અંતર્ગત ચાલતા રિટેલ ટ્રેડમાં અભ્યાસ કરતા

શ્રી જી.પી. હાઇસ્કૂલ મેંદરડા ખાતે વોકેશનલ એજ્યુકેશન (વ્યવસાયિક શિક્ષણ) અંતર્ગત ચાલતા રિટેલ ટ્રેડમાં અભ્યાસ કરતા ધોરણ 9, 10 અને ધોરણ 11 નાં વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનર *મુકેશભાઈ વી. કુકડીયા* દ્વારા આયોજિત* *ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ _(ફિલ્ડ વિઝીટ) માટે મેંદરડામાં ડીલરશીપ મોડેલ ઉપર વેચાણ કરતાં પતંજલિ આયુર્વેદિક કેન્દ્ર પર વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા ત્યાં જઈને વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નો ત્યાંના રિટેલર સુહાષભાઈ અને મનાલી બેહેને પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું, અને રિટેલ સ્ટોર માં ગ્રાહકોને વસ્તુની ખરીદી દરમિયાન કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનાં વિશેનું માર્ગદર્શન રિટેલર મનાલી બેહેને આપ્યું હતું. વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ વિશે ખૂબ જ રોમાંચિત હતાં, અને વિદ્યાર્થીઓને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ વિજીટ મા
ધોરણ 9 -28 ધોરણ 10 – 20 અને ધોરણ 11-59 જેટલા વિદ્યાર્થીઓ અને જી.પી. હાઈસ્કૂલ ના શિક્ષકો સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા

IMG-20250212-WA0064-2.jpg IMG-20250212-WA0060-1.jpg IMG-20250212-WA0062-0.jpg