Gujarat

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના DLSS ખેલાડીઓએ શુટિંગ ચેમ્પિયનશીપમાં રાજય કક્ષાએ ૨-ગોલ્ડ,૨-સિલ્વર અને ૨-બ્રોન્ઝ મેડલ મેળવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી.

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના DLSS ખેલાડીઓએ શુટિંગ ચેમ્પિયનશીપમાં રાજય કક્ષાએ ૨-ગોલ્ડ,૨-સિલ્વર અને ૨-બ્રોન્ઝ મેડલ મેળવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી.

અમરેલી, તારીખ: 5મે થી 11મે 2025ના રોજ ખેલ-મહાકુંભ ૩.૦ શુટિંગ ચેમ્પિયનશીપ નું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા મુકામે યોજાઇ હતી, તેમાં રાજયના વિવિધ જિલ્લામાંથી માંથી બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં અમરેલી જિલ્લા માંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના અન્ડર-17 અને અન્ડર-14 ભાઈઓ-બહેનો એ ભાગ લઈ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવેલ, જેમાં 1) 10મીટર એર રાઈફલ U-17 બહેનો પરમાર ધર્મિષ્ઠા રમેશભાઈ ગોલ્ડ મેડલ મેળવેલ, ૨) 10મીટર એર રાઈફલ U-17 ભાઈઓ ડાંગર દર્શન જગદીશભાઈ ગોલ્ડ મેડલ મેળવેલ, ૩) 10મીટર એર રાઈફલ U-14 બહેનો ચાવડા હેતવી સુરેશભાઈ સીલ્વર મેડલ મેળવેલ, ૪) 10મીટર એર રાઈફલ U-17 ભાઈઓ તાવીયા બીપીન જયેશભાઈ સીલ્વર મેડલ મેળવેલ, ૫) 10મીટર એર રાઈફલ U-14 બહેનો વાઘેલા ખુશાલી હરેશભાઈ બ્રોન્ઝ મેડલ મેળવેલ, ૬) 10મીટર એર રાઈફલ U-14 ભાઈઓ કાવર ધરમ ધીરેનભાઈ બ્રોન્ઝ મેડલ મેળવેલ સિધ્ધીઓ પ્રાપ્ત કરેલ તેમજ અમરેલી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ.આ તકે સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા,મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ શુટિંગના ખેલાડીઓ તેમજ કોચ પુલકીતા નિમ્બાવાલ અને ટ્રેનર સાવનભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250624-WA0104.jpg