Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૮-૨-૨૫ના રોજ પ્રિન્સિપાલશ્રી ચાવડા  સાહેબના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ડે ઉજવાયો હતો.જેની અંતર્ગત એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. દોડ વિભાગમાં ૧૦૦ મી. દોડમાં પારગી વીણા પ્રથમ, ઢોલા હિરલ દ્વિતીય અને સીસારા મોનિકા તૃતીય ક્રમે રહ્યા હતા. ૨૦૦ મી. દોડમાં ઢોલા હિરલ પ્રથમ, પારગી વીણા દ્વિતિય અને સીસારા મોનિકા ત્રીજા ક્રમે રહ્યા હતા.
૪૦૦ મીટર દોડમાં શેખ રુકસાના પ્રથમ, હડીયા હીના દ્વિતીય અને બોદર નથુ તૃતીય ક્રમે રહ્યા હતા. ૮૦૦ મી. દોડમાં વાઘેલા હેતલ પ્રથમ, બોરડ નથુ દ્વિતીય અને કારેટ કિંજલ તૃતીય સ્થાને રહ્યા હતા.ફેંક વિભાગમાં ચક્ર ફેંકમાં બોદર નથુ પ્રથમ, દેવમુરારી હિરલ દ્વિતીય અને વાઘેલા હેતલ તૃતીય ક્રમે રહ્યા હતા.બરછી ફેંકમાં પારગી વીણા પ્રથમ, સીસારા મોનિકા દ્વિતીય અને વાઘેલા હેતલ તૃતીય ક્રમે રહ્યા હતા.
ગોળા ફેંકમા બોદર નથુ પ્રથમ, રામાણી હેમાલી દ્વિતીય અને પારગી વીણા તૃતીય ક્રમે રહ્યા હતા. કૂદ વિભાગમાં લાંબી કૂદમાં ઢોલા હિરલ પ્રથમ, પારગી વીણા દ્વિતીય અને વાઘેલા હેતલ તૃતિય ક્રમે રહ્યા હતા. ઊંચી કૂદમાં શેખ રુકસાના પ્રથમ, ઢોલા હિરલ દ્વિતીય અને વાઘેલા હેતલ તૃતીય ક્રમે રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપક ડો. કે.પી. વાળાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. વિજેતા સ્પર્ધકોને પ્રિન્સિપાલ ચાવડા સાહેબ અને સ્ટાફ પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા