Gujarat

બોડેલી તાલુકાના મુલધર જૂથ ગ્રામ પંચાયત ના ટોકરવા માં સામુહિક શૌચાલય અને આજુબાજુ સાફ-સફાઈ કરવામાં આવી ગ્રામજનોમાં ખુશી

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના મુલધર પંચાયત માં સમાવિષ્ટ ટોકરવા માં આવેલા સામૂહિક શૌચાલય જિલ્લા ગ્રામ એજન્સી એ લાખો રૂપિયા ના ખર્ચે નવ નિર્માણ બનાવવા માં આવ્યું હતું અને આજુબાજુ પણ જાડી જાખરા અને ગંદકી જોવા મળી હતી ત્યારે લોક સત્તા જનસત્તાના અહેવાલ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શૌચાલયમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી અને આજુબાજુ પણ જાડી જાખરા કાપીને બધું ચોખ્ખું કરવામાં આવ્યું જેને લઇને ગ્રામજનોમાં ખુશી જોવા મળી.
દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ મુહિમ ચલાવી જેથી લગભગ દરેક ગ્રામ પંચાયત માં સામુહિક શૌચાલય બનાવવા મા આવ્યા હતા જેથી જાહેર માં શૌચ થી મુક્તિ મળે ત્યારે બોડેલી તાલુકામાં આવેલ મુલધર ગામ પંચાયતના ટોકરવા પાસે આવેલ સામૂહિક શૌચાલયને સાવ સફાઈ કરવામાં આવી હતી અને આજુબાજુના જાડી જાખરા દૂર કરવામાં આવ્યા હતા.
જેને લઇને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી બે દિવસ પહેલા લોક સત્તા જન સત્તામાં આનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવી હતી શૌચાલયમાં કેમિકલ નાખીને સાફ સફાઈ કરવામાં આવી હતી અને ગ્રામજનોએ  આભાર વ્યક્ત કર્યો હતો
.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર