Gujarat

નવસારી જીએમઇઆરએસ હોસ્પિટલે જાગૃતિ રેલી યોજી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી

વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, નવસારી ખાતે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાનની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.

અંગદાન એક મહત્વપૂર્ણ સેવા છે જેના દ્વારા એક વ્યક્તિ અનેક લોકોને નવજીવન આપી શકે છે. અંગદાન કરનાર વ્યક્તિના આંખ, કિડની, લીવર, હૃદય જેવા અંગો જરૂરિયાતવાળા દર્દીઓને આપવાથી તેમને નવું જીવન મળે છે.

કાર્યક્રમમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે અકસ્માત થયેલા અથવા બ્રેન ડેડ થયેલા વ્યક્તિઓના પરિવારજનોને જાગૃત કરી અંગદાન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ અવસરે સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ સ્કૂલના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અંગદાન કરવા અને દર્દીઓમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.