Gujarat

અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજાે ખોલતા પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાયો

અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજાે ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો.

દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજાે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. ફ્લાયઓવર બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.