Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર બે ખાતે બેગલેસ ડે અંતર્ગત ઇમિટેશન જ્વેલરી વ્યવસાય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા દસ દિવસ બેગ્લેસ ડે અંતર્ગત આજરોજ આ શાળામાં મંજુબેન અને તેમના પતિશ્રી  બંને એક વર્ષ થયું પોતે પોતાનો બિઝનેસ શરૂ કર્યાને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાના રોકાણથી તેઓ ઇમિટેશન જ્વેલરી તેમાં પણ ચાંદી અને સોના જેવી જ્વેલરીનું વેચાણ તેઓ કરે છે તેમની મુલાકાત સ્કૂલમાં લેવડાવી અને ધોરણ છ થી આઠની બાળાઓએ અલગ અલગ પ્રશ્નો કર્યા તમે ક્યાંથી જ્વેલરી લાવો છો?
તેમાંથી તમે નફો કેવી રીતે મેળવો છો? નો વેચાય જ્વેલરી તો શું કરો છો? અને તમારે ક્યારે આનો વેચાણ સૌથી વધારે થાય છે? અને ક્યારેય નથી થતું? તમે આમાંથી નફો મેળવો છો કે ખોટ થાય છે? આપણે આ બિઝનેસ કરવો હોય તો ક્યાંથી લાવવાની રહે જ્વેલરી? અને આનો વધારે વેચાણ કરવું હોય તો તમે શું કરો છો?
આ દરેક જાતના સવાલ તેમણે પૂછેલા અને સંતોષકારક જવાબ મેળવેલો અને પ્રવર્તમાન સમયમાં કુટુંબના દરેક સભ્યો કમાય તો જ કુટુંબ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને બાળકો પણ પોતાનો અભ્યાસ કરી શકે આ  શાળામાં ઘણી વિદ્યાર્થીનીઓ પોતાની બચત ધોરણ પાંચ થી શરૂ કરીને આઠ ધોરણ સુધીમાં ૫૦૦૦ થી ૧૦૦૦૦ સુધીની કરેલી છે તો ભવિષ્યમાં પોતાનો બિઝનેસ શરૂ કરીને પોતાનો અભ્યાસ ખર્ચ ઉપાડી શકે અને માતા પિતાને ઊપયોગી થઈ શકે છે.
બિપીન પાંધી સાવરકુંડલા