નવા પ્રમુખ નિમણૂક કરતાં અલારખા ઇસ્માલ ઢીમર (ઉર્ફે લાખા) દ્વારા દરિયા કિનારે વસતા અમારા માછીમાર કરતાં આ સમાજને પડતી મુશ્કેલી ની સ્થિતિમાં સુધાર લાવવા અને સરકારની યોજનાઓનો લાભ લેવા અને નાના બંદરો પર જેટી બનાવવા અને કાચા મકાનોમાં રહેતા સમાજના લોકોને જમીન મકાન અને સરકારની નાની મોટી યોજનાનો લાભ
સમાજના એક એક ઘર સુધી પોહચે તેમાટે સરકારમાં રજૂઆત કરવામા આવશે તેવુ જણાવ્યું હતું,,
માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર ખાતે મુસ્લિમ મચ્છીયારા માછીમાર સમાજના આગેવાનોની મીટીંગ મળી સતર 17 ગામના મુસ્લિમ મચ્છીયારા માછીમાર સમાજ ના આગેવાનો એકત્રિત થયા હતા
જેમાં અગાઉ નિમાયેલ સમાજના પ્રમુખ સુલેમાન હાસમ ઇસબાની એ રાજી ખુશીથી રાજીનામુ આપતા નવા પ્રમુખ ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સતર 17 ગામના મુસ્લિમ મચ્છીયારા સમાજના આગેવાનો અને પ્રમુખોની હાજરીમાં નવા પ્રમુખ ઉપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી
માંગરોળ બારા બંદર ખાતે યોજાયેલ મિટિંગમાં મુસ્લિમ મચ્છીયારા સમાજના આગેવાન અબ્દુલભાઈ ઇસા પટેલ અને હનીફ હાસમ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ મીટીંગ માં બીન હરીફ તરીકે સતર ગામના નવા પ્રમુખ તરીકે અલારખા ઇસ્માલ ઢીમર (ઉર્ફે લાખા) ગોસા બારા તેમજ ઉપ પ્રમુખ તરીકે જુમા કાસમ ભેસલિયા ધામરેજ વાળાની ની નિમણૂક કરવામાં આવેલ,,
મચ્છીયારા મુસ્લિમ સમાજ દ્વારા માંગરોળ બારા બંદર ખાતે મોટી સંખ્યામાં એક મીટીંગ મળતાં મચ્છીયારા સમાજના દ્વારા પોતાના સમાજને પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવા અને દરિયા કિનારે જૂપડા વાડી અતિ ગંભીર સ્થિતિમાં જીવતા આ સમાજના આગેવાનોએ જણાવેલ કે સમાજે એક થઈ જરૂર પડે સમાજના કામ કરવા માટે લડત કરવી પડે તો હંમેશા કટિબંધ રહેવા એક સાથે મળી કામ કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું,,
આ કાર્યક્રમમાં યુસુફ આલી ઇસબાની, કમુ જુમા પટેલીયા દ્વારકા ઇસા મોરા ભેસલિયા વેરાવળ, દાઉદ ઈભ્રાહિમ ઇસાબની બોધત બંદર, કરીમ ઉમર સમાં શિલ બારા, તેમજ માંગરોળ બારા બંદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

