હરરાજીમાં મુહુર્તના રૂા ૯૦૨/- પ્રતિમણના ભાવ બોલાયા..
ખેડુતો તથા વેપારીઓને મોં મોઠું કરાવતા ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી તથા સ્ટાફગણ…
નવા ટુકડા ઘઉંની અંદાજીત આવક સિતેર મણ.
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉની આવક થતાં નવા ઘઉંની ખરીદીના શ્રીગણેશ થયાં

ગાધકડા ગામના ખેડુત ભરતભાઇ બાલુભાઇ સાવલીયાએ મે.વૃજલાલ પોપટલાલ એન્ડ કું.ના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ઘઉંની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિપકભાઇ માલાણીના વરદ હસ્તે વિઘિસર પુજન કરી શ્રીફળ વધેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મોં મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી અને ઘઉં ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉપસ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ઘઉં ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી શ્રી શાંતિલાલ સોમજીભાઇ અંબાણી દ્વારા રૂા.૯૦૨/- ની ઉંચી બોલી બોલીને ઘઉંની ખરીદી કરેલ. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

