Gujarat

રાજકોટ મવડી ખાતે નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આવતીકાલથી શરૂ, રજીસ્ટ્રેશન કરેલ સભ્યોએ લાભ લેવા અપીલ.

રાજકોટ મવડી ખાતે નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ આવતીકાલથી શરૂ, રજીસ્ટ્રેશન કરેલ સભ્યોએ લાભ લેવા અપીલ.

રાજકોટ શહેર તા.૧૫/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૨માં મવડી-પાળ રોડ, રામઘણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂ.૨૩.૧૬ કરોડના ખર્ચે ૧૧૮૩૧.૦૦ ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ તબક્કામાં કુલ-૪ સ્પોર્ટ્સ ફેસીલીટી આવતીકાલ તા.૧૬-૫-૨૦૨૫થી શહેરીજનો માટે શરૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્બરશીપ તા.૫-૫-૨૦૨૫ના રોજથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી શરૂ કરવામાં આવેલ જેમાં આજ તા.૧૫-૫-૨૦૨૫ને ૧૧ વાગ્યા સુધીમાં બેડમિન્ટનમાં ૩૨૦, બાસ્કેટબોલમાં ૩૭, લોન ટેનિસમાં ૪૧ અને વોલી બોલમાં ૫૯ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મવડી ખાતે બનાવવામાં આવેલ ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ બેડમિન્ટન, બાસ્કેટબોલ, લોન ટેનિસ અને વોલીબોલ રમત માટે આવતીકાલથી નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે. બેડમિન્ટનમાં ૩૨૦ નાગરિકોની કેપેસીટી સામે ૩૨૦, બાસ્કેટબોલમાં ૮૦ નાગરિકોની કેપેસીટી સામે ૩૭, લોન ટેનિસમાં ૮૦ નાગરિકોની કેપેસીટી સામે ૪૧ અને વોલીબોલમાં ૧૧૨ નાગરિકોની કેપેસીટી સામે ૫૯ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ પણ ખાલી જગ્યા માટે નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ અને બેડમિન્ટન બેચ માટેનો સમય સવારે ૬ થી ૧૦ અને સાંજે ૬ થી ૧૦ રહેશે તેમજ તમામ બેચ ૧ કલાકની રહેશે. અઠવાડિયાના રવિવારે જાહેર રજા રાખવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો શહેરીજનો વધુને વધુ લાભ મેળવી તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેમજ પોતાની ફિઝીકલ ફિટનેસ સુધારે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અનુરોધ કરે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250515-WA0058-2.jpg IMG-20250515-WA0056-3.jpg IMG-20250515-WA0057-0.jpg IMG-20250515-WA0059-1.jpg