Gujarat

નશીલા પદાર્થોનું વેચાણ કરનાર પર સપાટો બોલાવવા CPની સૂચના

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એમડી તથા ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો સપાટો બોલાવવાની સૂચના અપાઇ હતી. જેના પગલે પોલીસે અટલાદરા, જેપી તથા જવાહરનગર વિસ્તારમાં રેડ કરી 3 કેરીયરને 16 હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યાં હતા. આ ઉપરાંત ગાંજો તથા એક્ટિવા મળી રૂ. 31 હજારના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

3 કેરીયરને 16 હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નશીલ પદાર્થો જેવા કે એમડી, ગાંજો, અફીણ, ચરસ અનેનશીલી દવા તેમજ ઇન્જેક્શનોનુ છુપીરીતે વેચાણ થાય છે. આ કાળા કારોબારના કારણે યુવાધન આ નશીલા પદાર્થોને સેવન કરીને પોતાનુ જીવન બરબાદ કરી રહ્યું છે.

જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આ નશીલ પદાર્થો વેચાણ તેમજ વેચાણ કરનાર પેડલર અને કેરીયરો સામે સપાટો બોલાવવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા નશાયુક્ત પદાર્થોના વેપલા પર કાર્યવાહી શરૂ કરાઇ છે.

ખીસકોલી સર્કલ પાસે ગાંજાનું વેચાણ કરતો જેમાં અટલાદરા પોલીસે ખીસકોલી સર્કલ પાસે ગાંજાનું વેચાણ કરતા આરોપી વૈભવરાજ હેમંતકુમાર જાદવ (રહે. રહે સેજાકુવા ગામ, રામજીફળીયુ, તા.પાદરા) ત્યા રેડ કરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પાસેથી 5 હજારનો ગાંજો ઝડપી પાડ્યો હતો.