Gujarat

બ્લેક સ્પોટ્સ પર અકસ્માત રોકવા સાઈનેજ, સ્પીડ બ્રેકર અને વૃક્ષ કટિંગની સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ સલામતીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી.

કલેક્ટરે બેઠકમાં અગાઉની મીટિંગમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. માર્ગ સલામતી માટે સાઈનેજ મૂકવા, સ્પીડ બ્રેકર બનાવવા અને રસ્તાની આજુબાજુના વૃક્ષોની છટણી કરવા જેવા પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા સહિત સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.