છોટાઉદેપુર વિધાનસભાના ઉત્સાહી અને પ્રજાની હંમેશા ચિંતા કરતા એવા પ્રજાલક્ષી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભામાં કરોડોના વિકાસના કામો મંજૂર કર્યા
છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં કુલ ૧૨ જેટલા ગામોમાં ૧૮ કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં કરોડોના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે.

જેના પગલે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર અને રાઠ વિસ્તારના વિવિધ ગામો જેવા કે જુનાઉદેપુર એપ્રોચ રોડ,માણકા એપ્રોચ રોડ, ખોસથી જુના ઉદેપુર રોડ (ઈ.વી.એમ. સ્ટ્રોંગ રૂમ) રૂનવાડ એપ્રોચ રોડ, સુરખેડા ઝડુલી ફળીયા રોડ,અંબાલી ફળીયા એપ્રોચ રોડ,મોટી સઢલીથી સાજનપુર એમ.પી.ને જોડતો રોડ, નાની કનાસથી સાજનપુર એમ.પી.ને જોડતો રોડ, મોટીકનાસથી નાનીકનાસ રોડ, ખડખડ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રોડ, બોડગામ એપ્રોચ રોડ,ટુંડવા બોડગામ રીઝડા એમ.પી. રોડની કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આમ કુલ ૧૨ જેટલા ગામોમાં 18 કરોડના ખર્ચે નવીન રસ્તાઓના કામોનું ખાતમુહુર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રસંગે વિવિધ ગામોમાં સાંસદ અને ધારાસભ્યનું લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. અને ખાતમુર્હુતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય લીલાબેન રાઠવા, ભુવાનસિંહભાઈ રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત વિવિધ ગામોના સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને લોકોએ ધારાસભ્ય અને સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર