“હવે તુંજ નક્કી કર” રેખા પટેલ (વિનોદિની)
કોલેજના પહેલા વર્ષથી શરુ થયેલી શૈલજા ,નિત્ય અને શરદની દોસ્તીની ખ્યાતી છેલ્લા વર્ષ સુધીમાં ત્રિવેણીના નામે કોલેજમાં પ્રખ્યાત થઇ ચુકી હતી.આ ત્રણવર્ષમાં કોલેજ કેન્ટીનથી લઇને એન્યુઅલ ફંકશન કે બીજી કોઇપણ ઇવેન્ટ હોયઆ ત્રણે સાથે જ જોવા મળતા હતા.
શૈલજાને પણ બીજી છોકરીઓ કરતા આ બંને પુરુષ મિત્રો સાથે વધુ બનતું હતું.શૈલજાનું માનવું હતું કે છોકરીઓ મોટાભાગની ગોસીપ વધુ કરે છે અને તેમનામાંદોસ્તી કરતા હરીફાઈ વધુ રહે છે.
વધારામાં ઉચ્ચ મઘ્યમવર્ગ માંથી આવતી શૈલજા સ્વભાવે મસ્તીખોર હતી, આથીનિત્ય અને શરદ સાથે તેને વધુ બનતું. હતું. શરદ અને નિત્ય લંગોટિયા મિત્રો હતા. શરદના પિતાને કાપડબજારમાં પોતાની કાપડની દુકાન હતી. સંસ્કારી માતાપિતાનો એકનો એક દીકરો શરદ નામ પ્રમાણે ગુણ લઇને જ જન્મેલો સ્વભાવે શાંતઅને તેજસ્વી યુવાન હતો.
તેનામાં રહેલી સમજશક્તિ અને બીજાને મદદરૂપ થવાનીભાવનાનો પરચો શૈલજાને કોલેજના પહેલા જ દિવસે મળી ગયો હતો અને ત્યારથીતે શરદની મિત્ર બની ગઈ હતી અને શરદનાં કારણે એ નિત્યના પરિચયમાં આવીહતી. આમ જોઇએ તો બંને મિત્રોમાં ઘણો વિરોધાભાસ હતો છતાં બંને એકમેકમાટે જીવ પાથરતા હતા.
નિત્યના પિતા બેંકમાં મેનેજર હતા નિત્ય ત્રણ ભાઈઓમાં સહુથી નાનો હતો આથીઆખા ઘરનો લાડકો અને થોડો વધુ મસ્તીખોર સાથે ફેશનેબલ હતો. નવીફેશનનાં કપડા,નવી સ્ટાઈલ બધું તુરત અપનાવી લેતો.
શૈલજાને સામાન્ય રીતે નિત્ય સાથે થોડું વધુ બનતું. મોર્ડન સ્ટાઈલ અને વાચાળ નિત્ય તેના સ્વભાવને કારણે કોલેજમાં પણ સહુનો પ્રિય હતો. છતાં પણ તેશૈલજાને વધારે મહત્વ આપતો, આ વાત શૈલજા માટે પણ મહત્વની હતી. છતાંશૈલજા બંને મિત્રો સાથે બરાબરીની દોસ્તી જાળવી રાખતી. એકબીજાને ઘેરઆવનજાવન હવે તેમની માટે સામાન્ય હતું ,કેટલાક તો તેમની પીઠ પાછળ વાતો કરતા …
“આ છોકરી બહું ચબરાક છે. એ બેમાંથી એકેયની થવાની નથી, સમય આવે કોઈ ત્રીજા સાથે ઘર માંડી બેવને લટકતાં રાખી ચાલી જશે.” તો કેટલાક કહેતા આ ત્રિવેણી માત્ર મિત્રતાની છે” આ ત્રિપુટીએ લોકોની પરવાક્યારેય નહોતી કરી.તેઓ તો તેમની મસ્તીમાં મસ્ત હતા.
આમને આમ કોલેજના ત્રણ વર્ષ પુરા થવા આવ્યા.ત્રણે દોસ્તોને હવે છુટા પડવાનોસમય નજીક આવી ગયો હતો. શૈલજાને ખાસ કઈ ભણવાની ઈચ્છા નહોતી તેથીતેને ઘરે રહી એકાદ વર્ષ મમ્મી પાપા સાથે લહેર કરવાનું નક્કી કરી લીધું.
નિત્ય અને શરદને ઘરસંસારનો ભાર ઉપાડવાનો હતો આથી કમાણી કરવી જરૂરીહતી, બંને પોતપોતાના ગમતા વિષયો સાથે આગણ ભણવાનું ચાલુ રાખ્યુ. છતાંપણ આ દોસ્તીને ટકાવી રાખવા અઠવાડીયામાં એક વાર તો અચૂક મળવાનો ક્રમજાળવી રાખ્યો હતો.
નિત્યને શૈલજા માટે થોડૉ લગાવ વધુ હતો. તે ઘણીવાર અવનવાં બહાના કાઢીનેકે ઈન્ટરનેટ ઉપર ચેટીંગ દ્વારા શૈલજા સતાહે વાતો કરી લેતો કે મળીલેતો.”શૈલજા …., હું આ બાજુથી નીકળ્યો હતો એટલે મને થયું કે તને કેમ છોકહેતો જાઉં.” જોકે શૈલજાને પણ નિત્યનું આ રીતે અચાનક આવવું ગમતું હતું.આથી દરેક વખતે એ કહેતી કે “સારું થયું તું આવ્યો.હું એકલી કંટાળતી હતી.”જેવા વાક્યો બોલી શૈલજા નિત્યને આ રીતે આવવા માટે આહવાન આપતીરહેતી.
છતાં પણ કોણ જાણે આવી અણધારી મુલાકાત વિષે બંને શરદને ખાસ જણાવતાનહોતા.આ રીતે ઘીરે ઘીરે નિત્ય અને શૈલજા એકબીજાની નજીક આવતા ગયા. છતાં હજુ એકરાર કરવામાં બંને શરમાતા હતા છતાં પણ એક બીજાનીભાવનાઓને તે બંને સારી પેઠે સમજી ચુક્યા હતા.
એક સાંજે ઓનલાઈન ચેટીંગ કરતા બંને એકબીજાના વખાણથી શરુ કરી કોલેજમાં હતા ત્યારે રોજ મળતા, એ દિવસો બહુ યાદ આવે છે…જેવા શબ્દોથી આગળ વધી પ્રેમેનો એકરાર કરવાની વાત ઉપર આવીને અટકી ગયા.
શૈલજાને પણ થયું કે “આજે તો દિલની વાત કહી જ દેવી એવું નક્કી કરીને એ જમણી બાજુના કાન પાછળથી નીકળી આવેલી ભીની લટને આંગળીઓમાં રમાડતી ડેસ્ક પર સ્થિત 14 ઇંચના કમ્પ્યુટર સ્ક્રિનમાં ખોવાઈ ગઈ”. છેવટે કંઇક વિચારી “ચાલ હવે સુઈ જવું છે ગુડ નાઈટ”કહી લોગ આઉટ થઈ ગઈ.
એક દિવસ મંગળવારની સાંજ હતી, હજુ શનિવારને વાર હતી. શૈલજા ઘરનીઆગળ આવેલા નાનકડાં બગીચાનાં હીંચકા ઉપર ઝૂલતી તેનું ગમતું કોઈ પુસ્તકવાંચતી હતી. ત્યા જ પાછળથી આવીને કોઈએ તેની આંખો ઉપર હાથ મૂકી દીધા,શૈલજા સમજી ગઈ કે નિત્ય હશે અને નિત્ય કહેતા હસીને બંને હાથ ઉપર પોતાનાહાથ મૂકી દીઘા.
નિત્ય શૈલજાની બાજુમાં જરા ભરાઈને બેસી ગયો એને થોડી આમ તેમ વાત કરીઅને અચાનક બોલ્યો” શૈલી એક ગુડ ન્યુઝ છે!!”
”હા બોલને !”
”મને અમેરિકાના વિઝા મળી ગયા છે. જો કે હું બનાવટી પાસપોર્ટ ઉપર જવાનો છુંપણ ભય જેવું કશુ જ નથી.મારે તે માટે મોટી રકમ ચૂકવવી પડી છે પણ મારાભાઈયોએ અને અમેરિકામાં રહેતા મામાએ વ્યવસ્થા કરી આપી છે.” ઉત્સાહમાંઆવી નિત્ય બોલતો હતો
શૈલજાને ચહેરાનાં ભાવ બદલી ગયા અને થોડી ગમગીન અવાજે એ બોલી,” “તુંશું કહે છે નિત્ય તે કદી અમેરિકા જવાનુ આ પહેલા જણાવ્યું નથી કે તારા મગજમાંઆવો કોઈ પ્લાન ચાલતો હતો? નિત્ય આ વાતને શરદ પણ જાણે છે કે નહી?અંતમાં શૈલજાનો અવાજ ધ્રુજી ઉઠયો
”નાં શૈલજા,સૌથી પહેલા તને આ સરપ્રાઈઝ આપી હવે શરદને આપીશ.” નિત્યખુશીમાં બોલતો હતો.
પહેલી વાર શૈલજાનો અવાજ રૂંધાઇ ગયો અને બોલી,” નિત્ય….,શું તું અમારાવિના રહી શકીશ?શું તું મને એકલી મુકીને અમેરિકા ચાલ્યો જઈશ?”
શૈલી….,જો અમેરિકા જવાનું સ્વપ્ન તો નાનપણથી મારા મનમાં હતું કારણકેઅમેરિકાથી મારા મામાને દર બે વર્ષે અહી આવતા જોતો ત્યારથી મારા મનમાંરોપાયું હતું અને આજે મને એ અવસર મળ્યો છે કે હું મારું સ્વપ્ન સાકાર થતું જોઈશકું. હવે તેની માટે કંઈક તો ભોગ આપવો રહ્યો.
” નિત્ય મને તો હતું કે તને મારા માટે લાગણી છે તું મને…” બાકીના શબ્દો શૈલજા ગળી ગઈ.
“હા શૈલી,મને તારા માટે લાગણી હતી, છતાં મારું આ સ્વપ્નું છે જેને પૂરું કરવા માટે મારે તને અને શરદને છોડવા પડશે. શૈલી તું સદાય મારી યાદોમાં રહીશ. છતાંપણ સોરી શૈલી.” કહી ચુપ થઇ ગયો.
“સુખી રહેજે” નિત્યનાં હાથ ઉપર હાથ મૂકી શૈલી બબડી અને અંદર ચાલી ગઈ.
થોડા દિવસો પછી નિત્ય એનાં બંને જીગરજાન મિત્ર શરદ અને શૈલજાને ભીનીઆંખે આવજો કહેતા અમેરિકા ઉપડી ગયો. નવી ઘરતી અને નવા લોકો તેમાંય ઈલીગલ તરીકે અમેરિકામાં સ્થાઈ થવા માટે નિત્ય દેશની માયા મમતાનેપોતાનાથી બને એટલી દુર રાખતો હતો. આથી ખાસ વાર તહેવાર સિવાય દોસ્તોસાથે વાતચીતનો દોર કપાએલો રહેતો .
નિત્યના અમેરિકા જવાંથી નિત્યની દુરી શૈલજા અને શરદ માટે એકત્વનું કારણબની ગઈ.પહેલાના નિત્યક્રમ અનુશાર શરદ દર શનીવારે શૈલજાને મળતો રહેતો.આ સમય દરમિયાન તેનો મુક પ્રેમ અને લાગણી શૈલજાને સ્પર્શી ચુક્યા હતા. શરદ એમબીએ થયો કે તુરત તેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ અનેશૈલજા સાથે સર્વ સંમતિથી શરદનું લગ્ન ગોઠવાઈ ગયું ,
લગ્ન પછી શરદ અને શૈલજા પોતાના નાનકડાં ઘરમાં એકમેક સાથે બહુ સુખીહતા. એકબીજાના ગળાડુબ સાનિઘ્યમાં હવે બધું ભૂલી ચુક્યા હતા. ક્યારેક જુનીવાત નીકળે ત્યારે નિત્યને અચૂક યાદ કરી લેતા હતા .
શરદ અને શૈલજાના લગ્નને આઠ વર્ષ વીતી ચુક્યા હતા તેમના જીવનને મહેકતુંરાખવા માટે એક નાનકડું ફૂલ “નિલય” તેમનાં ઉપવનને મહેકાવતું હતું.
એવામાં એક દિવસ અચાનક મુંબઈથી ફોન આવ્યો,”શરદ,હું કાલે અમદાવાદઆવું છું અને કાલે રાતનું જમવાનું તારા ઘરે છે અને મારી સાથે તને જમવાનુંફાવશે ને?” જાણે પોતાનું ઘર હોય એ રીતે નિત્ય પોતાનાં મસ્તીનાં અંદાજમાંઉમળકાથી બોલતો હતો.
શરદ સવારથી ખુશ હતો આજે આઠ વર્ષ પછી તેની જીગરી મિત્ર તેને મળવાઆવે છે. શૈલજા ખુશ હતી છતાં મનમાં કઈક વલોવાતું હતું.
સાંજ પડતા સિલ્વર ટોયેટા આંગણે આવી ઉભી રહી
બહાર કારનો અવાજ સંભળાતા શરદ બહાર દોડયો અને નિત્યને વળગી પડ્યોપાછળ શૈલજા પણ આવીને ઉભી રહી. નિત્યે શૈલજાને પણ પડખામાં લીધી.
”આવ નિત્ય યાર, કેટલા વર્ષે તને જોયો,તું તો પહેલા કરતા પણ વધારે હેન્ડસમલાગે છે બસ આ ફાંદ જરા વધારી છે.” કહીને શરદ હસવા લાગ્યો
હા યાર બહુ વખત વીતી ગયો ગ્રીનકાર્ડ મેળવતા.આતો સામિયા સાથેનાં લગ્નપછી જ લીલું પત્તું હાથ આવ્યું અને જો હું તમારી સામે આવી ગયો.”કહેતા જનિત્યે તેનું જુનું મુક્ત હાસ્ય ફેલાવી દીધું.
થોડી વાત ચિત દરમિયાન નિત્ય શૈલજાને ઘારી ઘારીને જોઈ લેતો હતો.શૈલજાઆજે વધુ સુંદર રીતે તૈયાર થઇ હતી. એક બાળકની માતા બન્યા પછી તેનીસુંદરતામાં ચાર ચાંદ લાગ્યા હતા. નિત્ય મનોમન સામિયા સાથે સરખામણી કરવાલાગ્યો. સ્વભાવે અડીયલ અને આપમુખી સામિયા સામે વધુ સુંદર લાગતી.
કોઈકનો ફોન આવતા શરદ વાત કરતા કરતા બહાર વરંડામાં જઈને ઉભો.આતકનો લાભ લેતા નિત્ય શૈલજાને પૂછી બેઠો
”શૈલી ખુશ તો છે ને ? મને યાદ કરે છે ખરી?”
”હા નિત્ય,હું તો બહુ જ ખુશ છું,મને અંતરથી સમજનાર પ્રેમ કરનાર પતિ મળ્યોછે, આનાથી વધુ સુખ બીજું કયું હોય શકે?
અને તું તો અમારા બંનેનો મિત્ર છે તો તને કેમ ભૂલાય. ” તને તારું સપનું ફળ્યું અનેમને સાચો પ્રેમ ફળ્યો, હવે તુ જ નક્કી કર વધારે સુખી કોણ?”
નિત્યના થરથરતા હોઠો પરથી શબ્દો સરી પડ્યા ” સુખી રહેજે ”
9426555756