Gujarat

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે  શ્રી કુંડલા તાલુકો ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીનો એનએસએસ કેમ્પ દાધિયા મુકામે આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સંયોજક હરેશભાઈ પંડ્યા તેમજ ગોવાભાઇ ગાગીયા અને આચાર્ય નાનજીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વપ્રથમ આવેલા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસએસ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
 
 પ્રદીપભાઈ ભાલાળા સરપંચ તેમજ  પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર  તેમજ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રતિકભાઇ પટેલ  તેમજ પીડીલાઈટના સંયોજક  તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા