છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીની તમામ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન (બાળ શક્તિ, પુણા શક્તિ, માતૃશક્તિ) નો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન,મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું. જ્યાં ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0077.jpg)
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ એ જણાવ્યું હતું કે, પોષણ ઉત્સવને જન ભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0076.jpg)
કાર્યક્રમમાં કિશોરી દ્વારા ક્વીઝ સ્પર્ધા, આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને THR માંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ હતી, જેમાં ભાગ લેનાર કિશોરી અને તેડાગર બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખ તથા ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0075.jpg)
આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, કારોબારી અધ્યક્ષ જેતપુરપાવી અર્જુનભાઈ રાઠવા, સિંચાઈ સમિતિના નયનાબેન રાઠવા, માજી કારોબારીના અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા , તાલુકા પ્રમુખ મુકેશભાઈ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર