ગતરોજ ૭૬ માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં શાનદાર ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા ખાતે આવેલ આંખની હોસ્પિટલ ખાતે પણ ગતરોજ ૭૬માં જિલ્લા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે લુહાર ચુડાસમા પરિવારના પુત્ર તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી પરમ ધર્મેશભાઇ ચુડાસમાને જિલ્લા કલેક્ટર દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરેલ, પરમ થોડા સમય પહેલાં જ જાપાન ખાતે યોજાયેલ અંડર – ૧૨ બેઝબોલ ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને અમરેલી જિલ્લા, સાવરકુંડલા શહેરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા તેમજ ચુડાસમા પરિવારનું નામ રોશન કરેલ.
બિપીન પાંધી સાવરકુંડલા

