ચા ર પ્રહરની પાર્થિવ શિવલિંગની મહાપૂજા ખૂબ જ આસ્થા સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાવવા આવેલ
ગુ જરાતના ઠેર ઠેરથી ભાવિકોએ આ પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો લાભ લીધેલ
આ વખતે યુવાનો અને બાળકોની સંખ્યા પણ નોંધનીય હતી
વિશાળ એલસીડી સ્ક્રીન પર પણ આ ક્ષણનો આનંદ માણી શકાય એવી સુવિધા કરવામાં આવેલ.

સ્વયંસેવકોની પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓની સેવા ધ્યાનાકર્ષક રહી હતી
સા વરકુંડલા ખાતે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ.પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી દ્વારા ભાવિક ભક્તોને શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન કરાવવા આવ્યું હતુ.

શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો પ્રારંભ સાંજે ૮:૦૦ કલાકે કરાવામાં આવેલ. જેમા સમગ્ર ગુજરાતમાંથી આવેલા ભાવિકોએ આ અલભ્ય લ્હાવો લીધો હતો.શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી.ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ અને પૂજાપાની વ્યવસ્થા આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. બહેનો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજાની વ્યવસ્થા શ્રી પટેલ સમાજનીવાડી શિવાજીનગર ખાતે રાખવામાં આવી હતી.આ શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાની સમાપ્તિ સવારે ૬:૦૦ થયેલ
બિપીન પાંધી સાવરકુંડલા

