Gujarat

કનાયડા ગામડી ગામ પાસે ટ્રક ખાડામાં પલટી, એકનો બચાવ

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી પાસે એલપી ગાડી પલટી ગઇ હતી. જેમાં એકનો આબાદ બચાવ થયો હતો. ગાડી મહારાષ્ટ્રથી કપાસ ભરીને કડી જતી હતી.

તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ડભોઇથી કનાયડા ગામડી રોડ પર એક એલપી ગાડી ખાડામાં પલટી ગઇ હતી. જેમાં બેઠેલા લક્ષ્મણભાઈ પવાર ગાડીમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ડભોઇથી શીરોલા જવાનો માર્ગ નવો બની રહ્યો છે. અહીં નજીકમાં આવતા નાાળાઓને રેડિયમ કલરના કોઈ બોર્ડ લગાવેલા ના હોઇ વાહન ચાલકોને દૂરથી આવતા વાહનો દેખાતા નથી.

આ જ કારણથી એકાએક એક કપાસ ભરેલી એલપી ટ્રક ખાડામાં પલટી મારી ગઇ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અહીં લોકોને ભોગવવાનું વારો આવ્યો છે. ટ્રક પલટી જતાં કોઇ જાનહાનિ ના થઇ પણ ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.