સ્ પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તારીખ ૬-૧-૨૫ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.
જેમાં સૌપ્રથમ અન્ડર 9 અંતર્ગત 30 મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળાની વિદ્યાર્થીની સવરા કિંજલ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં તૃતીય આવેલ.ત્યારબાદ અન્ડર 9 સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ માં જાનવી ગૌસ્વામી સમગ્ર તાલુકામાં દ્વિતીય આવેલ અન્ડર 11 સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સ્પર્ધામા શાળાના વિદ્યાર્થી સુમિત શિણવિયા પ્રથમ અને વૈદેહી ગૌસ્વામી અનુક્રમે દ્વિતીય ક્રમે આવ્યા હતા. ચેસ સ્પર્ધામાં અન્ડર – 11 માં વનરાજ બોળીયા દ્વિતિય ક્રમે આવેલ તેમજ ચેસ ઓપન ગ્રુપમાં શાળાના શિક્ષકશ્રી ઉતમભાઈ તેરૈયા તૃતીય ક્રમે વિજેતા થયેલ. કબડ્ડી સ્પર્ધામાં અન્ડર – 14 ભાઈઓ સમગ્ર તાલુકામાં દ્વિતિય ક્રમે વિજેતા થયેલ.
આ તકે શાળાના કોચ ઉતમભાઈ તેરૈયા તથા આચાર્યશ્રી ગૌરાંગભાઈ રમણા તેમજ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવેલ એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

