સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કામ શરૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને રસ્તાઓ ખોદવામાં આવતા હોય છે જ્યારે મેટ્રોના કારણે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે.
સવારથી જ વરસાદ વરસતો હોવાને કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં જ્યાં સુરત મહાનગરપાલિકાએ કામ શરૂ કર્યું છે, ત્યાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોની મુશ્કેલીઓ વધી સુરતના દરેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા જે રસ્તાઓ પર રીપેરીંગની કામગીરી અથવા તો ડ્રેનેજની લાઈનો ખોદવામાં આવી છે ત્યાં આગળ વધુ મુશ્કેલીનો સામનો વાહનચાલકોને કરવો પડી રહ્યો છે.
ભટા રોડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાની આજુબાજુ માટી હતી તે વરસાદના કારણે ધસી ગઈ હતી. જ્યારે કાદવમાં BRTS બસ ફસાઈ જતા શરૂ થઈ ન હતી. આખરે BRTS બસમાં બેસેલા તમામ મુસાફરોએ બસમાંથી ઉતરીને અન્ય બસમાં બેસવું પડ્યું હતું.

