વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવકમંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતાં ભારે તણાવ સર્જાયો હતો. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો.
આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સુરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ વધારી દીધો છે.
આરોપીઓના નામ સરનામા:
- સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી (ઉ.વ. 20, રહે. માસુમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી, વડોદરા)
- શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી (ઉ.વ. 29 રહે. માસુમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી, વડોદરા)
- કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર