રોજગાર વ્યવસાય બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરવો એ સમસ્યાનું સાચું સમાધાન નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ લોકોને લાગતું હોય તેવુ લાગે છે
અમરેલીમાં આવું પણ થઈ શકે છે.!! અમરેલી નારી સ્વાભિમાન આંદોલનની લડત સંદર્ભે સ્વૈચ્છિક બંધ પાળવાની પરેશ ધાનાણીની અપીલને નહિવત પ્રતિસાદ મળ્યો.
હવે સુરત ખાતે આંદોલનનો શંખ ફૂંકાશે..!! ??
વાત જાણે એમ છે કે અમરેલી જિલ્લા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં જે ચર્ચાના ચગડોળે ચડેલ મુદ્દો એટલે કે હાલમાં જ જે નકલી પત્રકાંડની ઘટના જેમાં ખાસ કરીને એક દિકરીને આરોપીના કઠોડામાં મૂકતાં સમગ્ર અમરેલી જિલ્લાનું વાતાવરણમાં ગરમાયું હતું. એવા સમયે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ અમરેલી નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ થયા હતાં અને જેમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ દિકરી કે જેનું નામ પાયલ છે તેને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠા હતાં અને બે દિવસના ઉપવાસ અંતે તેમણે અમરેલી શહેરના દુકાનદારોને આ સંદર્ભે માત્ર અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળીને પ્રતિકાત્મક સહયોગ માંગ્યો હતો. આમ અમરેલીની જનતા જનાર્દનને અડધો દિવસ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખવા જાહેર અપીલ પણ કરી હતી તેમ છતાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી..!! આમ ત્રણ દિવસથી ચાલતું આંદોલન પૂર્ણ થયું અને આગામી સમયમાં આંદોલન સુરત ખાતે કરવાના છે તેવી વાતો વહેતી થઈ..
આમ આ હાઈ વોલ્ટેજ ઘટનાક્રમનું ચક્ર હવે બદલાયેલ જોવા મળતાં લોકમુખે અનેક બાબતો ચર્ચાઈ રહી છે. હવે સવાલ એ પણ થાય છે કે જો સુરત મુકામે આંદોલનના મંડાણ થશે તો લોકો તરફથી કેવો પ્રતિસાદ મળશે? બીજું ઘટના અમરેલી જિલ્લાની છે તો સુરત આંદોલન કરવાની જરૂર કેમ ઉભી થઈ? આમ અમરેલી ખાતે કુલ ત્રણ દિવસ નારી સ્વાભિમાન આંદોલન શરૂ રહ્યું તેની ફલશ્રુતિ શું? હવે અન્ય જિલ્લામાં આંદોલન કરવાનો હેતુ શું? આગ જ્યાં લાગી હોય પાણી તો ત્યાં જ રેડાય ને? જેવી અનેક તર્ક વિતર્કોની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. જો કે ભવિષ્યના ગર્ભમાં શું છે તે કોઈ જાણતું નથી હોતું પરંતુ હવે આ તમામ બાબતો ચર્ચાને ચકડોળ ચડી છે એ પણ હકીકત છે.. અંતે જનતા જ જનાર્દન છે…
બિપીન પાંધી સાવરકુંડલા