પીજીવીસીએલ દ્વારા સેફટી બાબતમાં અને સુવિધા બાબતમાં પૂરતું ધ્યાન તંત્રને સૂચના મુજબ કરવાનું હોય છે. પરંતુ અહીં તો ખાંભા તાલુકાના ડેડાણ ગામે જામકા રોડ બાપા સીતારામ ની બાજુમાંના માર્ગ ઉપર ખુલ્લા રોડ ઉપરથી પસાર થતા પબ્લિક અથવા તો અન્ય કોઈ પશુ અડી જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. કારણ કે ઉપરથી હેવી લાઈન પસાર થતી હોય છે. જેના ફ્યુઝ નીચેના બોક્સમાં મૂકવામાં આવ્યા છે તો સમગ્ર ઘટના બાબતે તંત્ર જાગશે ખરું તે પણ મોટો સવાલ છે.
રીપોર્ટર :નીતા સાખટ અમરેલી

