ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.1 માર્ચના સંભવત: જામનગર આવી સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. પીએમના આગમનના પગલે એરપોર્ટથી સરકીટ હાઉસ સુધી સફાઇ, બેરીકેડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: તા. 1 માર્ચના વિમાન માર્ગે જામનગર આવી પહોંચશે. તેઓની મોટરકારનો કાફલો સર્કિટ હાઉસ પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશેે. જો કે, તેમનો સત્તાવાર કોઈ કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ તેમના આગમનને લઈને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છેે.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્રારા બેઠકનો ધમધમાટ શરૂ કરાયો છે. સર્કિટ હાઉસથી દિગ્જામ માર્ગ રોડની બન્ને તરફ બેરીકેડીંગ લગાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
સર્કિટ હાઉસમાં રંગરોગાન અને મરામત કામગીરી ચાલી રહી છે. સમગ્ર રૂટ ઉપર સઘન સફાઈ, રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે. પીએમના આગમનના પગલે તંત્ર તૈયારીમાં લાગ્યું છે.

