Gujarat

પકડાયેલા તસ્કરોને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્ટ્રકશન કર્યું, તસ્કરોને મકાનમાં લઈ જઈ તપાસ કરી

નડિયાદમાંથી થોડા દિવસ પહેલા રૂપિયા એક કરોડ ઉપરાંતની મતાની ચોરી થઈ હતી આ ચોરીમાં ચાર તસ્કરોને પોલીસે પકડી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે.

આ રિમાન્ડ દરમિયાન તસ્કરોને પોલીસ જે મકાનમાં તસ્કરી થઈ હતી તે મકાનમાં લઈ ગઈ હતી અને ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો તેની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે રીકન્ટ્રકશન કર્યું હતું જોકે રિમાન્ડ દરમિયાન હજુ ફરાર વિષ્ણુ તળપદાની પોલીસ તપાસ કરી રહી છે.

નડિયાદમા કપડવંજ રોડ પર એસટી વર્કશોપ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટી સ્થિત જેલમાં બંધ ચકચારી સીરપકાંડના આરોપી યોગી સિંધીના મકાનમાંથી ગત તારીખ 14 એપ્રિલના રાત્રિના સમયે થયેલ 60 તોલા ઉપરાંત સોનાના દાગીના અને અડધો કિલો ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 80 લાખ મળી કુલ રૂપિયા 1,2,64,500 ની મતાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી નાખી પોલીસે આ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઉમરેઠના ઓડ ગામે માણેક તલાવડી ખાતે રહેતા આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા તેમજ તેના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે.

નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી.ભરવાડે જણાવ્યું હતું કે આ રિમાન્ડ દરમિયાન તસ્કરોને જે મકાનમાં ચોરી થઈ હતી તે મકાનમાં લઈ ગયા હતા અને ચોરીને અંજામ કેવી રીતે આપ્યો તેની તપાસ કરી હતી તેમજ કપડા પણ જપ્ત કર્યા છે આ ઉપરાંત ફરાર આરોપી વિષ્ણુ તળપદાની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે‌.