Gujarat

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, નગરના સાત વોર્ડમાં અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણ જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. નગર ના સાત વોર્ડ માં 28 પૈકી 99 ઉમેદવારો મેદાન માં છે, કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિત ના અલગ અલગ અપક્ષના પણ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે રાજકીય માહોલ પણ નગર માં ગરમાઈ રહ્યો છે.
 
પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નગર માં મતદારો માં જે ઉત્સાહ જોવા  મળવો જોઈએ  તેવો ઉત્સાહ હજુ સુધી જોવા મળ્યો નથી, જેનું મુખ્ય કારણ નગર ની અનેક સમસ્યાઓ છે, નગર માં અનેક સમસ્યા છે, નગરમાં વિકાસ ના કામો થયા છે, પરંતુ હજુ ઘણા વિકાસના કામો બાકી છે.
જ્યારે હાલ તો છોટાઉદેપુર નગર માં 7 વોર્ડ માં ભાજપ કોંગ્રેસ આ મઆદમી પાર્ટી અને અલગ અલગ અપક્ષો ના બેનરો અને તોરણો જોવા મળી રહ્યાં છે. જ્યારે હવે કોણ બાજી મારે છે. તે તો આવનારો સમય બતાવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર