પ્રાચી તીર્થ ખાતે તા.22/1/2025 ને બુધવાર ના રોજ શ્રી સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રાચી લોહાણા સમાજ અતિથિ ભવન ખાતે લોહાણા સમાજ દ્વારા ના ઘડવૈયા અને લાહોર ગઢ ના છેલ્લા મહારાજા એવા પૂજ્ય વીરદાદા જશરાજ ના 967 મા સોર્ય દિન ની ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રાચી લોહાણા મહાજન સમાજ દ્વારા બપોર પછી ધંધા રોજગાર બંધ રાખી બાપા ની પૂજા અર્ચના મા જોડાશે તેમજ સાંજે ભજન કીર્તન સંતવાણી તેમજ લોહાણા જ્ઞાતિ સમુહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે સમસ્ત પ્રાચી લોહાણા સમાજ દ્વારા પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ લોહાણા સમાજ ને વીર દાદા જસરાજ બાપા ની પૂજા અર્ચના તેમજ પ્રસાદી નો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે
હાર્દિક કાનાબાર પ્રાચી

