Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી ધના બાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા પ્રસાદ(મિષ્ટ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું

આમ સંત પ. પૂ. ધનાબાપુનો સંદેશ ભજન અને ભોજન સેવકો દ્વારા ચરિતાર્થ થતો જોવા મળે છે 
સાવરકુંડલા ખાતે દિન દુખિયાના અલખધામ સમાન  સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા આજરોજ અમાવસ્યાના દિવસે પ્રસાદ ( મિષ્ટ ભોજન)નું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગી બહેનો હાજર રહ્યા હતા.આ મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષ શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી અને તુલસી વિવાહ જેવા ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત દર એકાદશીનું પર્વ પણ ખૂબ શ્રધ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવે છે.આજરોજ આ અમાવસ્યાના દિવસે આ સમૂહ પ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધા કૃષ્ણ મહિલા મંડળના અરૂણાબેન, વિમળાબેન, દક્ષાબેન, રમાબેન સમેત મહિલા મંડળની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે સંત શ્રી ધનાબાપુ આશ્રમના મહંતશ્રી પ. પૂ. રામજીબાપુએ  ઉપસ્થિત તમામને આશીર્વાદ આપી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસાદ આયોજન સંદર્ભે રાધા કૃષ્ણ મહિલા મંડળના અરૂણાબેનને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ અગિયાશના રોજ આ સત્સંગ મંડળ દ્વારા ૫૧ કિલો તલની ગાય બનાવી તેનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવેલ આ સમયે પૂ. રામજીબાપુએ પૂ. ધનાબાપુના સ્મરણાર્થે એક પ્રસાદ મિષ્ટ ભોજન યોજવું છે.
એવો ભાવ વ્યક્ત કરતાં રાધા કૃષ્ણ મહિલા મંડળની આ તમામ બહેનો દ્વારા એ ભાવને હરખભેર ઝીલીને આ પ્રસાદ મિષ્ટ ભોજનનો પ્રસંગ  આજે ભાવિકો સેવકોની સાથે ભાવભેર ઉજવ્યો છે. અને હા, આ માત્ર પાંત્રીસ સભ્યોનું મહિલા મંડળ છેલ્લા સોળ વર્ષથી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના અનેક ઉત્સવો ખૂબ ઉમંગ ઉત્સાહ અને શ્રધ્ધા ભેર ઉજવે છે.
અરૂણાબેને સ્પષ્ટ કહ્યું કે પ. પૂ. ધનાબાપુનો આદેશ હતો કે હું રહું ન રહું પરંતુ આ આશ્રમની પરંપરા અવિરત ચાલુ રહેવી જોઈએ અને હાલ આ આશ્રમના મહિલા મંડળ સહિત અનેક સેવકો પ. પૂ. ધનાબાપુની આ પરંપરાને અવિરત ચાલુ રાખવા નિષ્ઠા ભાવ અને સેવાભાવથી પ્રયાસ કરી રહ્યા છે. એ જ્યોત કદી  ન બુઝાઈ પ જ ધનાબાપુએ પ્રગટાવી છે એ મહામંત્રની જયોતને આ તમામ સેવકો સતત પ્રજ્વલિત રાખી રહ્યા છે
બિપીન પાંધી સાવરકુંડલા