Gujarat

બારડોલીમાં અલંકાર સિનેમા સર્કલ સામેના દબાણ હટાવાયા

બારડોલી નગરના અલંકાર સિનેમા સર્કલ પાસે રેલવે ટ્રેક નજીક ઘણા સમયથી હોર્ડિંગ, લારીઓનું દબાણ હતું, જે સોમવારે પાલિકાના દબાણ વિભાગે દૂર કરીને ચોખ્ખું કર્યું છે.

બારડોલી નગરપાલિકાના દબાણ વિભાગના હેમંત વ્યાસની આગેવાનીમાં સોમવારે બપોરના સમયે અલંકાર સિનેમા સર્કલ સામે દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી.

ત્યાંથી ત્રણ લારીઓ અને હોર્ડિંગ ખસેડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. સર્કલ પર ટ્રાફિક સમસ્યા હોય, દબાણના કારણે અડચણ દૂર કરવા માટે પાલિકાએ દબાણ દૂર કર્યું હતું.

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નગરના માર્ગ પરના દબાણ હટાવવા માટે ક્વાયત શરૂ કરી છે.

આગામી દિવસોમાં નગરના મુખ્ય માર્ગ સહિત ટ્રાફિકની ધ્યાનમાં રાખીને દબાણ હટાવવા આગોતરું પગલું ભરી શકે છે. સિનેમા સર્કલ પરનો દબાણનો સામાન પણ ભરીને ખસેડી લેવામાં આવ્યો છે. બારડોલીમાં અલંકાર સિનેમા સર્કલ સામે થઇ રહેલી દબાણો દુર કરવાની કાર્યવાહી