સા વરકુંડલા તાલુકાના ગાધકડામાં સી.આર.સી.કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા મયૂરભાઈ દેસાઈએ પીએચડીની ડીગ્રી મેળવતાં સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડામાં સી.આર.સી. કો. ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શ્રી મયુરકુમાર મહેશભાઈ દેસાઈએ English Literature માં A Comparative Study of Narrative Techniques in the Selected Post Modern Writers: Arvind Adiga, Kiran Desai and Preeti Shenoy આ વિષય પર પોતાનો થીસીસ રજૂ કરી Ph.D. ની ડીગ્રી સી. યુ.શાહ યુનિવર્સિટીમાંથી મેળવી છે.
તેમના સુપરવાઈઝર તરીકે ડો. મનીષ પડિયા સર અને કો. સુપરવાઈઝર તરીકે ડો. ભાસ્કર પંડ્યા સરે માર્ગદર્શન આપ્યું હતું. ડો. મયુરકુમાર મહેશભાઈ દેસાઈએ અંગ્રેજી સાહિત્યમાં Ph.D. ની ડીગ્રી મેળવી અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું છે.
બિપીન પાંધી સાવરકુંડલા

