જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની નર્મદા જિલ્લાના રાજપીપળામાં બઢતી સાથે બદલી
જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની નિષ્ઠાવાન, ઉત્તમ સેવા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે.
રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી નિયંત્રણમાં તથા જનસંપર્ક વધારવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.જામનગર પોલીસ પરિવાર તરફથી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

