Gujarat

બોલેરો કારમાં હેલમેટ ન પહેરવા બદલ 500નો દંડ ફટકાર્યો, PWD કચેરી પાસે આ નંબરની કાર જ નથી

જામનગરમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. શહેરમાં સરકારી કચેરીઓ નજીક ચાલી રહેલી હેલમેટ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોલીસે PWD કચેરીની બોલેરો કારના ચાલકને હેલમેટ ન પહેરવા બદલ ₹500નો દંડ ફટકાર્યો છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે દંડની પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. વિશેષ વાત એ છે કે જ્યારે આ મામલો PWD કચેરી સુધી પહોંચ્યો, ત્યારે અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ નંબરની કોઈ બોલેરો કાર તેમની કચેરી પાસે છે જ નહીં. આ ઘટનાએ ટ્રાફિક પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે.

એક તરફ કારમાં હેલમેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો, બીજી તરફ જે વાહનનો દંડ કરવામાં આવ્યો તે વાહન જ અસ્તિત્વમાં નથી. આ ઘટના પોલીસ વિભાગની કામગીરીમાં રહેલી ત્રુટિઓને ઉજાગર કરે છે.