Gujarat

રાજકોટ ચોરાઉ એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ચોરાઉ એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન જયરાજસિંહ કોટીલા તથા રાજેશભાઈ જળ તથા દિપકભાઈ ચૌહાણ ને મળેલ હકીકત આધારે રાજકોટ, જામનગર રોડ, ભુતનાથ મહાદેવ મંદીર નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી મેળવેલ 3 એક્ટીવા મોટર સાઈકલો સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (૧) હોન્ડા એક્ટીવા મોટરસાયકલ રજી.નં.GJ-03-HM-3148 (૨) હોન્ડા એક્ટીવા મોટરસાયકલ રજી.નં.GJ-03-HG-4090 (૩) હોન્ડા એક્ટીવા મોટરસાયકલ રજી.નં.GJ-03-JS-1283 કુલ કિ.૮૬,૦૦૦ થોરાળા પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ, આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મોડી રાત્રીના સમયે સોસાયટીના રહેણાંક મકાનના પાર્કીંગમાં/ફળીયામાં રેકી કરી જે મોટરસાઈકલોની ચાવી અંદર હોય તે મકાનનો ગેઈટ અથવા દિવાલ કુદી મકાનના પાર્કીંગમાં/ફળીયામાં પ્રવેશ કરી અંદરથી ગેઈટ ખોલી મોટરસાઈકલોની ચોરી કરે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250701-WA0055.jpg